શ્રધ્ધા…

એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા

જીવેછે…
પ્રામાણિક્તા, દીર્ઘસંતોષ, ગમે તેવી હાલતમાં પણ ભગવાન ઉપરની

શ્રધ્ધા…એની આ વાત છે.

થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા

પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાનીદુકાનેથી બુંદીના ૧-૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારનાપહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો. થોડાક પડીકા

રસ્તામાં આવતા-જતાંભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરેજ

વધારે ભિખારીઓ મળી રહે…
ભજીયાં,સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે,

એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને

બેઠી હતી. મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧-૧એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલીભિખારણે “ઓ…સાયેબ…અરે..ઓ..શેઠ” બુમો

પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે “સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ

નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું

પાછું લૈજાવ.

કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે.”

મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવામાટે મેં પુછ્યું કે,
“જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ

લાગેત.

શુંતારી પાસે સાંજનખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ?

છોકરાને શું ખવડાવીશ?”…

તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેનાચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું,

તેણે કીધું કે,” શેઠ…સાંજની કે કાલની ચિંતાકરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે

તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું

હશે, તેટ્લું જમને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે

કાગડો આવીને ખેંચીજશે.(કેટલો સંતોષ)
જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે

તો તેમાં જમારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાનાઘરમાં હોત….!!!”

કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે

સાચવવાની ચિંતા છે…શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે? ૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે,તેવી ગણતરી

કરીને રોકાણ કરીએ છીએ…
૨૫ ૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી

કેટલા પાછાઆવશે, તે ગણીને
આજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન

ઉપર શ્રધ્ધાનીમોટી મોટી

વાતો કરીએ છીએ…!!!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: